લઠ્ઠાકાંડ બાદ રાજકોટ રૂરલ પોલીસ જાગી:દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમો સામે તવાઈ, છેલ્લા 24 કલાકમાં 263 લીટર દેશી દારૂ સાથે 42 આરોપીની ધરપકડ

ગોંડલ22 દિવસ પહેલા
  • રાજ્યમાં દારૂ બનાવનાર તથા વેચનારને પકડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન

ગુજરાત પોલીસ મહાનિર્દેશક દ્વારા રાજ્યમાં દારૂ બનાવનાર તથા વેચનારને પકડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક તથા પોલીસ અધિક્ષકના માર્ગદેશન હેઠળ સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ રૂરલ પોલીસે દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે​​​​​​​. રાજકોટ ગ્રામ્ય-જીલ્લામાં દેશી દારૂના વેચાણમાં અગાઉ પકડાયેલા આરોપી ઉપર કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત 24 કલાકમાં જિલ્લા કક્ષાએ કુલ 46 પ્રોહિબીશનના કેસો શોધી કાઢી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે જ 187 પ્રોહિબીશન બુટલેગર્સને ચેક કરી નીલ રેઇડની કાર્યવાહી કરવાની સાથે પોલીસ પેટ્રોલીંગ ચાલુ કરવામાં આવ્યું હતું.

24 કલાકમાં 263 લીટર દેશી દારૂ જપ્ત કરાયો
​​​​​​​શાપર વેરાવળ જી.આઇ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી કુલ 12 પ્રોહિબીશનના કેસો શોધી કાઢવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનોમાંથી 34 સહિત 46 પ્રોહિબીશનના કેસો શોધી કાઢી કુલ 263 લીટર દેશી દારૂ તેમજ 1840 લીટર આથો સાથે 42 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...