ગોંડલના 400 વિદ્યાર્થીઓએ જાતમહેનતથી અવનવી પતંગ બનાવી, અને એટલું જ નહીં, પતંગમાં અલગ અલગ પ્રેરક સંદેશા લખીને તૈયાર કર્યા અને એ રીતે ઉત્તરાયણ પર્વની આગોતરી અને સમાજોપયોગી તેમજ નવતર ઉજવણી કરી હતી. ગોંડલ નેશનલ હાઇવે પર આવેલી જય સરદાર સ્કૂલના વિદ્યાર્થીઓએ અવનવા કલરના કાગળના પેપરમાં વોટર કલર, ડિઝાઇન સાથે સામાજિક સંદેશા, લોક ઉપયોગી સૂત્રો લખીને પતંગો બનાવી હતી. આ પતંગો હવે 14મીએ આકાશ સર કરશે અને સાથે સાથે સંદેશા પણ આપશ.
ગોંડલની જય સરદાર સ્કૂલ (વેલજીદાદા ની છાત્રાલય)માં ધોરણ 5 થી ધોરણ 11 સુધી અભ્યાસ કરતા 400 જેટલા વિદ્યાર્થીઓએ જળ બચાવો, સ્વચ્છ ભારત, બેટી બચાવો, વૃક્ષો વાવો, તેમજ દેશભક્તિને લગતા સૂત્રો લખ્યા હતા. બાળકોને એક કલાકનો સમય અપાયો હતો. પતંગ બનાવનાર સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય, અને તૃતિય નંબરને પ્રોત્સાહિત ઇનામો પણ આ તકે આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિકુંજ પાદરિયા, પ્રયાગ પારખિયા, એવીન ઘોણીયા અને સમગ્ર સ્કૂલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.