ધરપકડ:ST ડેપોના 3 કર્મચારી સહિત 4 નશેડી ઝબ્બે

ગોંડલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ ડેપોનું વર્કશોપ બન્યું મયખાનું

ગોંડલ શહેરના એસટી ડેપો ખાતે રોજિંદા હજારો મુસાફરો આવન જાવન કરતા હોય છે, ત્યારે અતિ વ્યસ્ત જગ્યાએ પણ દારૂના શોખીનો પોતાનો શોખ પુરો કરી જ લેવામાં માહેર હોય છે અને દારૂબંધી હોવા છતાં વિપુલ પ્રમાણમાં, જોઇએ તેટલો દારૂ તેમને મળી જ રહે છે.

શહેરના વર્કશોપમાં ત્રણ ડેપો કર્મચારી સહિત ચાર શખ્સને પોલીસે નશીલી હાલતમાં ઝડપી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. બીજી તરફ ડેપોના કર્મચારી સામે કાયદેસરના પગલાં તોળાઇ રહ્યા છે. આ મુદો બસ સ્ટેન્ડમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.

એસટી ડેપોનાં હેલ્પર મનીષ છગનભાઈ ધોળકિયા રહે. ખોડીયાર નગર સાત ટાંકી પાસે, હેલ્પર હરેશ લવજીભાઈ બગડા રહે ચોરડી તા. ગોંડલ, મિકેનિક ભરત શંભુભાઈ હોથી રહે. દેરડી કુંભાજી તા. ગોંડલ, અને હરેશ દ્વારકાદાસ દાણીઘારીયા રહે રાજકોટ નશીલી હાલતમાં ઝડપાઇ ગયા હતા. એસટીનાં અધિકારીઓને તેમના આ ત્રણે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ચોથા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...