ગોંડલ તાલુકાના કેશવાળા ગામે માવતરમાં રહેતી યુવતીને પૂર્વ પતિ સહિતના ચાર શખ્સએ ઘરે આવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. ઉલ્લેખનીય છે કે પરિણીતાએ પૂર્વ પતિ સાથે આઠ વર્ષ પહેલાં છૂટાછેડા લઇ લીધા હતા અને બાદમાં અન્ય સાથે લગ્ન કરીને રહેતી હતી ત્યારે બીજા પતિ સાથે પણ પૂર્વ પતિનો વ્યવહાર સારો ન હતો અને તેને ધમકીઓ મળવા લાગતાં પરિણીતા માવતરે આવીને રહેવા લાગી હતી.
કેશવાળા ગામે માવતર રહેતી સાયરુંબેન નરેશભાઈ જખણીયા બાબરાના થોરખાણ ગામ ના પૂર્વ પતિ મયુર મનસુખભાઈ ચારોલા, તેનો ભાઈ રણજીત અને બટુક ગોબરભાઇ માથાસુરીયા તેમજ દડું ગોબરભાઇ માથાસુરીયા વિરુદ્ધ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ફરિયાદ નોંધાઇ હતી
યુવતીએ જણાવ્યું કે પ્રથમ પતિ મયુર દારૂ પીવાની ટેવવાળો હતો. વર્ષ 2014માં છૂટાછેડા કર્યા હતા અને બીજા લગ્ન નરેશ વસાભાઇ જખાણીયા સાથે કર્યા હતા જેના થકી તે 3 સંતાનની માતા બની છે અને છેલ્લા એક વર્ષથી પૂર્વ પતિ મયુર બીજા નંબરના પતિ નરેશને ધમકી આપતો હોવાથી નરેશે મયુરના ડરથી ત્રણેય સંતાન સાથે કાઢી મૂકતા માવતરે રહેવાની ફરજ પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.