સ્વચ્છતા અભિયાન:ગોંડલના વેરી તળાવની શાનને કાળી ટીલી લગાડતો 250 કિલો પ્લાસ્ટિકનો કચરો હટાવાયો

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રળિયામણા વેરી તળાવ પરથી કચરો એકઠો કરી નિકાલ કરાયો. - Divya Bhaskar
રળિયામણા વેરી તળાવ પરથી કચરો એકઠો કરી નિકાલ કરાયો.
  • ક્લિન ઇન્ડિયા 2021 ઝુંબેશ અંતર્ગત ફોરેસ્ટ યૂથ ક્લબના યુવાનો સાફસફાઇમાં જોડાયા

ક્લિન ઇન્ડિયા 2021 અભિયાન અન્વયે ગોંડલ ખાતે આવેલા જાણીતા વેરી તળાવ પર મંગળવારે ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને તન્ના સ્કૂલ ગોંડલના સયુંકત ઉપક્રમે ધોરણ 11 ના 70 વિદ્યાર્થીઓ 10 શિક્ષકો અને ગોંડલ ફોરેસ્ટ યુથ કલબના 8 સભ્યો દ્વારા ગોંડલના રળિયામણા વેરી તળાવ પરથી 250 કિલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરી તળાવ કાંઠો નયનરમ્ય બનાવી દેવાયો હતો.

વડાપ્રધાન મોદીદ્વારા મહાત્મા ગાંધીજીની 150 જન્મ જયંતિની ઉજવણી અન્વયે ભારત સ્વચ્છતા અભિયાન 2021 નું આહવાન કરવામાં આવેલ છે અને તેના અનુસંધાને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગોંડલ ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા પ્લાસ્ટિક અને થર્મોકોલના 250 કિલો કચરાનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું.

આ તકે પ્રખ્યાત જાણીતી બેવરેજીસ કંપની દ્વારા આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને માટે જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ રીતે સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવામાં આવ્યો હતો. ક્લિન ઇન્ડિયા 2021 મુવમેન્ટને સફળ બનાવવામાં હિતેશભાઈ દવે, મધુભાઈ તન્ના,શાળાના શિક્ષકો,નિખિલ પેથાની,કિશન ઉછડીયા તેમજ ચંદુભાઈ ખાનપરાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...