અરેરાટી:ગોંડલના ડૈયા ગામમાં 25 ઘેટાંનાં મોત થતાં અરેરાટી

ગોંડલ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન્ય પશુ કે શ્વાને હુમલો કર્યાની આશંકા

શિયાળાની શરૂઆતમાં ગોંડલ પંથકમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓના આંટા ફેરા વધી જતા હોય છે. દરમિયાન ગોંડલ તાલુકાના ડૈયા ગામે એક પશુપાલકના 25 થી વધુ ઘેટાંના મોત નીપજતાં વનવિભાગ સફાળું જાગ્યું હતું અને ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જો કે ઘેટાં પર હુમલો વન્ય પશુએ કર્યો છે કે જંગલી શ્વાને એ હજુ બહાર આવ્યું નથી. જે અંગે વન તંત્રની તપાસ બાદ હકીકત સામે આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ વન વિભાગના પ્રતિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તાલુકાના ડૈયા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નાજાભાઇ ઝાપડા એ પોતાના 25થી વધુ ઘેટાઓને વાડામાં ખુલ્લા રાખ્યા હતા, આ દરમિયાન મંગળવારે સવારે 25 થી વધુ ઘેટાના મોત નીપજ્યાં હોવાનું જણાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઇને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે હાલ કોઈ વન્ય પ્રાણીના સગડ મળ્યા નથી. જંગલી શ્વાનની બીકથી પણ ઘેટાંના એક સાથે મોત નીપજતાં હોય છે, આથી બંને દિશામાં વનતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...