ગોંડલના ખાંડાધાર ગામે રહેતા પરિવારની સગીર દીકરી પર મૂળ મધ્યપ્રદેશના અને અહીં મજૂરી કરતાં યુવકે લગ્નની લાલચે વારંવાર બદકામ કર્યું અને ભગાડી ગયો હતો. બાદમાં સગીરાએ પિતાને હકિકતથી વાકેફ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કેસ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો અને આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે.
ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામની સીમમાંથી સજા પામનાર આરોપી રાકેશ ઈન્દ્રસીંગ ડામોર મુળ રહે મધ્યપ્રદેશ વાળો આ કામની ભોગબનનાર સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ અવાર નવાર બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ સગીરાના પિતાને ઘટનાની જાણ થતાં તેઓએ આરોપી રાકેશ ઈન્દ્રસીંગ ડામોર મુળ રહે.મધ્યપ્રદેશ વિશુધ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એ)તથા પોકસો એકટની કલમ ૬ મુજબનો ગુનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો.
જે ગંભીર બનાવ બાદ પોલીસે આરોપી રાકેશ ઈન્દ્રસીંગ ડામોરની અટકાયત કરી આ ગુનાના કામે ધરપકડ કરી ગુનાનું ચાર્જશીટ કરવામાં આવેલ હતું. ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકાર તરફે કુલ ૭ સાક્ષીને તપાસવામાં આવેલ હતા.
આ કેસના મૌખીક પુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલ શજી.કે. ડોબરીયાની ધારદાર દલીલોને લક્ષમાં રાખી હાલમાં જ બદલી થઈ નિયુક્ત પામેલ એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ભટ્ટ એ સ્પેશયલ જજ પોકસો કોર્ટનાઓએ આ કામના આરોપી રાકેશ ઈન્દ્રસીગ ડામોર - વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.