કાગવડમાં દિવાળીની ભવ્ય ઉજવણી:ખોડલધામ મંદિર પરિસરમાં 2 વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી, દિવ્ય ભાસ્કર પર જુઓ અદભુત આકાશી નઝારો

ગોંડલ3 મહિનો પહેલા

કાગવડ શ્રી ખોડલધામ મંદિરના કેમ્પસમાં 2 રંગોળી બનાવવામાં આવી છે. જેમાં મંદિરના પરિસરમાં રાજકોટ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા રંગોળીનું ડ્રોઈંગ કરીને રંગોળી કરવામાં આવી છે અને મંદિરના પ્રવેશ ગેટ પાસે ગોંડલ ખોડલધામ સમિતિના 5 જેટલા સભ્યો દ્વારા ભવ્ય રંગોળી કરવામાં આવી છે, આ બન્ને રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે.

ખોડલધામ મંદિરના પ્રવેશદ્વાર પાસે વિશાળ 25 બાય 20 ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળી ગોંડલ ખોડલધામ સમિતિના હર્ષિલ રાદડિયા સહિતના સભ્યોએ "માં દુર્ગા શાંતિનું પ્રતીક" ની એક ભવ્ય રંગોળી કરવામાં આશરે 12 કલાકની મહેનત અને 450 કિલો અલગ અલગ રંગોનો ઉપયોગ કર્યો હતો. હિંદુ ધર્મમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારનું એક આગવું મહત્વ છે. દિવાળીના તહેવાર દરમિયાન મા ખોડલને દરરોજ અવનવા વાઘા અને આભૂષણોથી શણગાર કરવામાં આવી રહ્યા છે. મંદિર પરિસરમાં અવનવી રંગોળી બનાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...