પોસ્ટમોર્ટમ:ગોંડલ સિવિલ હોસ્પિટલમાં 2022માં 186 પી.એમ થયા; 76 આકસ્મિક બનાવ, 48 ઝેરી દવા, 42 ગળે ફાંસા, 20 ડુબેલા મૃતકોનો સમાવેશ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અકસ્માત અને આપધાતમાં મૃત્યુ પામેલા મૃતકોના અંતિમસંસ્કાર કરતા પહેલા પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષ 2022માં કુલ 186 પીએમ કરવામાં આવ્યા છે. જેમાં 76 જેટલા આકસ્મિક બનાવ, 48 ઝેરી દવા, 42 ગળે ફાંસા, 20 ડુબેલા મૃતકોનો સમાવેશ થાય છે.

સમાજમાં આપધાત અને અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. સૌરાષ્ટ્રના ગોંડલમાં આવેલી સરકારી હોસ્પિટલ સિવિલમાં ગત વર્ષ 2022માં 186 લાશનું પોસ્ટમોર્ટમ કરાયું છે. જેમાં સૌથી વધુ 76 લોકોનું વીજ કરંટ, ઝેરી જનાવર કરડવું, રેલ્વે અકસ્માત, રોડ અકસ્માતને કારણે મોત થયુ હતું. 48 મૃતકોએ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલુ કર્યુ હતું. જ્યારે 42 લોકોએ ગળે ફાંસો ખાઇને જીવનલીલા સંકેલી હતી. 20 લોકો પાણીમાં ડુબી જવાથી મોતને ભેટ્યા હતાં. તે ઉપરાંત રોડ અકસ્માત, ઝેરી જીવજંતુ દ્વારા ડંશ મારવાથી પણ અનેક લોકોના મોત થયા હતાં. રેલ્વે અકસ્માતમાં પણ કેટલાક યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ગોંડલમાં સરકારી હોસ્પિટલમાં પી.એમ.નું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહ્યુ છે. તેને કારણે હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. મૃતદેહના અંતિમસંસ્કાર કરતા પહેલા મોતનું કારણ જાણવા માટે પી.એમ. કરવામાં આવે છે. પી.એમ. કરવાથી અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે.

અન્ય સમાચારો પણ છે...