ગોંડલ શહેરમાં સર ભગવતસિંહજી બાપુ દ્વારા માતુશ્રી મોંઘીબાની સ્મૃતિમાં નિર્માણ પામેલા શ્રી મોંઘીબા કન્યા શાળા નંબર 3 ગોંડલ ખાતે શાળાનો 165મો સ્થાપના દિવસ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. તાલુકાની સાજડીયાળી ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે બે દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાપના દિવસની ઉજવણી ક્રિકેટ રમીને કરાઈ ગોંડલ તાલુકાની સાજડીયાળી ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે બે દિવસય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમમાં છોકરા તેમજ છોકરીઓની સંખ્યા જળવાઈ રહે તેવી રીતે ટીમ બનાવવામાં આવી હતી. તેમજ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું શાળાના કેમ્પસમાં આયોજન કરવામાં આવેલું હતુ. ટુર્નામેન્ટમાં કુલ ત્રણ ટીમોના નામ અર્જુન, કિંગ અને લાયન રાખવામાં આવેલા જેમાંથી ટીમ અર્જુન વિજેતા થઈ હતી. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે શાળાના ક્લાસ-2 આચાર્ય પ્રીતિબેન ગૌસ્વામી શાળાના શિક્ષકો અશોકભાઈ રાઠોડ અને મમતાબેન ટુકડિયાએ જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ટીમ વર્કની ક્ષમતા તેમજ રમત વિશેની માહિતી મેળવવાનો હતો. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને શાળા તરફથી પ્રોત્સાહિત ઇનામ તરીકે ક્રિકેટ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
શાળાનો 165મો સ્થાપના દિવસ ઉજવાયો ગોંડલ સર ભગવતસિંહજી બાપુ દ્વારા માતુશ્રી મોંઘીબાની સ્મૃતિમાં નિર્માણ પામેલ શ્રી મોંઘીબા કન્યા શાળા નંબર ૩ ગોંડલ ખાતે શાળાનો 165મો સ્થાપના દિવસ ગત 31 ડિસેમ્બરના રોજ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ રીંકલબેન બરવાળીયા તથા સી.આર.સી.સી. ભરતભાઈ સોલંકી તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. તેમજ આ શાળાની ઈમારત અને વર્ગખંડોનું સુશોભન, સ્કૂલના પંટાગણમાં રંગોળીઓ પણ કરવામાં આવી હતી. આ ભવ્ય અને ઐતિહાસિક ઇમારતને અને માતુશ્રી મોંઘીબા અને સર ભગવતસિંહજી બાપુને વંદન સહ કૃતજ્ઞભાવ વ્યક્ત કરાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય પ્રકાશચંદ્ર સી.હિંડોચા અને સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.