તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન ધીમું:ગોંડલમાં હજુ 15,000 લોકોએ રસીનો પહેલો ડોઝ પણ નથી લીધો!

ગોંડલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંદાજિત એક લાખની વસતિ પૈકી 15 ટકા લોકો વેક્સિનથી વંચિત

બે દિવસ પહેલાં ગોંડલનાં મોવિયામાં એક મહિલા કોરોના પોઝિટીવ થયાં છે. કોરોનાની બીજી લહેરમાં એપ્રિલમાં જ સાડા ચારસો લોકો કોરોનાનાં ખપ્પરમાં હોમાયાં હતાં. તંત્ર દ્વારા રસીકરણ વેગવંતુ બનાવાયું હોવાં છતાં હજુ અંદાજે પંદર હજાર લોકો એ રસી નો પ્રથમ ડોઝ કોઈ અકળ કારણોસર મુકાવ્યો નથી.

કોરોનાની બીજી લહેર ગોંડલ માટે ઘાતક નિવડી હોઇ અને ત્રીજી લહેર અતિ ઘાતક હોવાની શક્યતા આરોગ્ય તંત્ર દર્શાવી રહયું હોવાં છતાં લોકોની લાપરવાહી ચિંતાજનક હોવાનું જણાવી પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ તથાં બ્લોક હેલ્થ ઓફીસર ડો.ગોયલ દ્વારા કોરોનાથી સુરક્ષિત રહેવાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ લેવા અપીલ કરી છે.રસી અંગે ભ્રામક વાતો અને અંધશ્રદ્ધાથી દૂર રહી જીંદગીનું મુલ્ય સમજી બાકી રહેતાં લોકોએ રસી લેવાં જણાવ્યું છે.

તહેવારોમાં લોકો કોરોનાનો ખૌફ ભુલી માસ્ક કે શોશ્યલ ડિસ્ટન્સ ને અવગણી બેફામ બન્યાં એ અતિ ગંભીર લાપરવાહી ગણી શકાય.આરોગ્ય તંત્ર દ્વારા વારંવારની ચેતવણી છતાં લોકો બેદરકારી દાખવે તે કોરોનાને સામેથી આમંત્રણ આપ્યાં જેવું ગણાય.રસીનાં બન્ને ડોઝ કોરોના સામે સુરક્ષીત રાખતાં હોવાં છતાં રસીકરણ અંગે લોકોની ઉદાસીનતા ગંભીર પરીણામો લાવી શકે તે નિશ્ર્ચિત છે, આથી રસી લેવાની બાબતમાં લોકો તંત્રને સહકાર આપે અને સમયસર રસી લે તેવી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...