ચૂંટણી પંચની કવાયત:ગોંડલ બેઠકના 80થી વધુ વર્ષના 5120 વૃદ્ધ, 1609 દિવ્યાંગને 12-ડી ફોર્મ અપાયાં

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલી ડિસેમ્બરે મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચની કવાયત

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨માં મહત્તમ મતદાન થાય તે હેતુસર ચૂંટણી પંચ સતત કાર્યરત રહી ખડેપગે કામગીરી કરી રહ્યું છે. અને જે વયોવૃધ્ધ નાગરિકો કે જેઓ મતદાન મથક સુધી આવી શકે તેમ નથી તેમને ઘરે બેઠાં જ મતદાનની સવલત મળે તે માટે ફોર્મ ડીનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું હતું. ૭૩-ગોંડલ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી કે.વી.બાટીએ જણાવાયું હતું કે, દિવ્યાંગો, વયોવૃદ્ધ, અશક્ત, ચાલી શકવા અસક્ષમ કે મતદાન માટે ઘરની બહાર ન આવી શકતા વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં 80થી વધુ વર્ષના 5930 મતદારો છે, જેમાંથી 5120 મતદારોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે.

1733 જેવા દિવ્યાંગ મતદારો છે, જેમાંથી 1609 દિવ્યાંગ મતદારોને 12-ડી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકશાહીના આ અવસરે દિવ્યાંગો અને વયોવૃદ્ધ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે જરૂરી ૧૨-ડી ફોર્મ વિતરણ કરવાની કામગીરી આ મતક્ષેત્રના ચૂંટણી અધિકારી કે.વી.બાટીના માર્ગદર્શન હેઠળ બૂથ લેવલ ઓફિસરો કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...