અશક્તો માટે મતદાનની ખાસ વ્યવસ્થા:ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં 80 થી વધુ વર્ષના 5120 વયોવૃદ્ધ મતદારો, 1609 દિવ્યાંગ મતદારોને 12-ડી ફોર્મનું વિતરણ કરાયું

ગોંડલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ મતવિસ્તારમાં 80થી વધુ વર્ષના 5930 મતદારો છે. જેમાંથી 5120 મતદારોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે. 1733 જેવા દિવ્યાંગ મતદારો છે, જેમાંથી 1609 દિવ્યાંગ મતદારોને 12-ડી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.

પોસ્ટલ બેલેટની સુવિધા
73-ગોંડલ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી કે.વી.બાટીએ જણાવાયું હતું કે, દિવ્યાંગો, વયોવૃદ્ધ, અશક્ત, ચાલી શકવા અસક્ષમ કે મતદાન માટે બહાર ના આવી શકતા વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં 80થી વધુ વર્ષના 5930 મતદારો છે, જેમાંથી 5120 મતદારોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે. 1733 જેવા દિવ્યાંગ મતદારો છે, જેમાંથી 1609 દિવ્યાંગ મતદારોને 12-ડી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.

બૂથ લેવલ ઓફિસરો સુપેરે કામગીરી કરી
લોકશાહીના આ અવસરે દિવ્યાંગો અને વયોવૃદ્ધ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે જરૂરી 12-ડી ફોર્મ વિતરણ થયું હતું. આ માટે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી કે.વી.બાટીના માર્ગદર્શન હેઠળ બૂથ લેવલના ઓફિસરો સુપેરે કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...