ક્રાઇમ:ગોંડલના રહેણાક મકાનમાંથી દારૂની 11 બોટલ પકડાઇ

ગાેંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલની હરભોલે સોસાયટીમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન હરપાલસિંહ ઝાલાને અટકાવી તલાશી લેતાં બે બોટલ વિદેશી દારુંની મળી આવતાં પુછપરછમાં ભગવતપરામાં રહેતાં સંજય દિપકભાઇ પરમાર પાસેથી લીધાનું જણાવતાં સંજયની પુછપરછમાં તેણે ભગવતપરામાં રહેતા અરુણ નંદલાલ પરમાર પાસેથી લીધી હોવાની કબુલાત આપતાં પોલીસે અરુણનાં મકાન પર દરોડો પાડતાં રૂમની સીડી પાસે લાઇટ બોડઁની પાછળ ચોરખાનામાંથી 11 બોટલ દારૂ મળી આવતાં પોલીસે દારૂ સહીત રુ.18,900નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અરુણે વિદેશી દારું રફીક અલીભાઇ પાસેથી મેળવ્યાંની કબુલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...