તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ કરનારને 10 વર્ષની કેદ

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોંડલની યુવતી સાથે વારંવાર સંબંધ બાંધ્યો
  • લગ્ન ન કરતા અારોપી સામે સેશન્સ કોર્ટનો ચુકાદો

ગોંડલમાં રહેતી યુવતીએ એવી ફરિયાદ લખાવી હતી તેને એક સમયે આરોપી કેતન હરેશભાઈ વૈષ્ણવ રહે. ભગવતપરા, પટેલવાડી, ગોંડલના સાથે સંબંધ હતો અને પ્રેમસબંધ થયા પછી અંદાજે બેથી અઢી વર્ષથી સાથે રહેતા હતા ત્યારે કેતને યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી જેને કારણે યુવતી સાથે અનેક વાર શારીરક સબંધ પણ બાંધ્યો હતો અને યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતુ. પરંતુ બાદમાં હરેશ વૈષ્ણવે શારીરીક શોષણ કરી યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને તે અનુસંધાને પોલીસે આરોપી કેતન સામે ગંભીર ગુનાનુ ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

આ કેસમાં એટ્રોસિટી એકટ મુજબ તથા. 376 મુજબનુ ચાર્જશીટ દાખલ થયું હતું તેમજ સેશન્સ અદાલતમાં ઉપરોકત કેસ ચાલતા સરકારી વકીલ ઘનશ્યામ ડોબરિયાની દલીલો ધ્યાને લઈ આરોપી કેતન વૈષ્ણવને એટ્રોસિટીના ગુનામાં ૩૭૬ ના ગુનામાં દસ વર્ષ ની સખત કેદની સજા ગોંડલ સેસન્સ સેશન્સ અદાલતે ફરમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...