કાર્યવાહી:ગોંડલના પાટિયાળીની સગીરાનું અપહરણ કરનારને 10 વર્ષની સજા

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નની લાલચ આપી અડપલાં કરતાં ગુનો નોંધાયો’તો

ગોંડલના પાટિયાળી ગામે રહેતી સગીરાને લગ્નની લાલચે લલચાવી, ફોસલાવી બદકામના ઇરાદે યુવકે અપહરણ કર્યું હતું અને અડપલાં કર્યાં હતા, જે અદાલતમાં કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને 10 વર્ષની કેદની સજા ફરમાવી હતી. ગોંડલના પાટીયાળી ગામમાં ગત તા.22-9-18ના રોજ સગીરાના માતા પિતા રાત્રીના સમયે ઘરે સુતા હતાં ત્યારે આરોપી રાજ મરેશ દેવશી ચાંડપા આવ્યો હતો અને તકનો ગેરલાભ ઉઠાવી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદનામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો.

બાદમાં મોતીસર ડેમ પાસે સગીરા સાથે પરાણે શરીર સબંધ બાંધ્યો હતો અને પછી અપહરણ કરી બાઇકમાં બેસાડી પરાણે દીવ લઈ ગયો હતો. પરત આવીને સગીરાએ માતા પિતાને સઘળી હકિકતથી વાકેફ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપી રાજ રમેશ દેવશી ગોડપા (રહે.કોળીથડ તાલુકો) વિરુધ્ધ ગુનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ધનશ્યામ કે.ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ અને કુલ 11 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.

તપાસ કરનાર અમલદાર કે.એન.રામાનુજ તથા ડોકટર હરેશ વિરાભાઈ મોરાસીયાપાસે મૌખીક પુરાવો લેવડાવાયો હતો . બાદમાં અદાલતે મુખ્યત્વે ભોગ બનનારની જુબાની ફરીયાદી તથા તેઓના પતિની જુબાની તથા ડોકટરની જુબાની તેમજતપાસ કરનાર પી.આઈ કે.એન.રામાનુજની જુબાનીને પુરાવામાં ગ્રાહ્ય રાખી ઉપરોકત હકીકતોને પોકસો અદાલતે લક્ષમાં રાખી આરોપી રાજ રમેશ દેવશી ચાંડપા રહે.કોળીથડ તાલુકો ગોંડલને ભારતીય દંડ સંહિતાની કલમ-363,366, 376(2)(એન) તથા પોકસો એકટની કલમ 4,8,10 મુજબના ગંભીર ગુનામાં તકસીરવાન ઠરાવી નામદાર પોકસો જજ વી.કે.પાઠકે 10 વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો હતો .

અન્ય સમાચારો પણ છે...