ગમખ્વાર અકસ્માત:ગોંડલના શિવરાજગઢ થી માંડણકુંડલા રોડ પર બાઈક સ્લીપ થતા 1 નું મોત, ઈજાગ્રસ્ત 2 મહિલાને સારવાર માટે લઈ જવાઈ

ગોંડલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના શિવરાજગઢ થી માંડણકુંડલા રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ સવાર 2 મહિલાને ઇજા થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતક બાઈક ચાલકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના માંડણકુંડલાથી પરિવાર સાથે દેવચડી ભજનમાં જતા હતા. તે દરમિયાન શિવરાજગઢ થી માંડણકુંડલા રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક ચાલક બજરંગ અમરસિંગ ગુજરે ઉ.વ.27 નું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ સવાર પત્ની તેમજ બહેનને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મૃતક બજરંગ અમરસિંગ ગુજરે પરણિત હતા. અમરસિંગના પત્નીને ઇજા થવા પામી છે. ખેતરમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આધાર સ્તંભ પિતાનું મોત નિપજતા બે બાળકો પિતા વિહોણા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...