તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જોડિયા તાલુકાના ગામોમાં પરપ્રાંતીય શ્રમીકોને પોતાના વતન મોકલવાની કામગીરી થઈ રહી છે. જેમાં તા.3/5થી 10/5/20 સુધીમાં 60 બસો વધારે 200 રવાના કરવામાં આવી. જેમા મધ્યપ્રદેશના અલીરાજપુર, જાંબવા અને ગુજરાતમાં દાહોદના ફતેપુરા અને ધાનપુર છોટા ઉદયપુર, મહીસાગરના સંતરામપુર લુણાવાડા ખાતે મોટાભાગના મોટાભાગના શ્રમિકોને વતન વાપસી કરી હતી. સમગ્ર કામગીરી ગ્રામ પંચાયતોના સરપંચ અને મંત્રીઓએ શ્રમિકોની બસમાં સોશિયલ ડિસ્ટેન્સ જળવાઈ રહે તે મુજબ યાદી તૈયાર કરી, શ્રમીકોને સમજૂતી કર્યા હતા. તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને મેડિકલ ટીમ અને ક્યુઆરટી ની ટીમો દ્વારા એક-એક શ્રમિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત ની ટીમ દ્વારા ઓનલાઇન ડીજીટલ ગુજરાત વેબસાઈટમાંથી મંજૂરી મળી રહે તે માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. મામલતદાર દ્વારા ગાઈડલાઈન મુજબની તાત્કાલિક પણે મંજૂરી આપવામાં હતી અને જોડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇની આગેવાની હેઠળ પોલીસ દ્વારા આ કામગીરીમાં સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.