તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ધોરાજીમાંથી અપહરણના ગુનાના ફરાર આરોપી ઝબ્બે

ધોરાજી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાર શખ્સને ઝડપી કાર્યવાહી આરંભાઇ

ધોરાજી પોલીસે અપહરણના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણા, નાયબ પોલીસ વડા સાગર બાગમરના માર્ગદર્શન તળે ધોરાજી પીઆઇ હકુમતસિહ જાડેજાએ બાતમીના આધારે નાસતા-ફરતા આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરીને ધોરાજી પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.123/2017 આઇપીસી કલમ 365, 448, 323, 504, 114 તથા જીપીએકટ કલમ 135(1) ના ગૂનાના નાસતો ફરતા આરોપીઓ (1)ઘનશ્યામભાઇ પરસોત્તમભાઇ ઉ.વ.52 (2) ક્રિષ્નાબેન ઘનશ્યામ (3)જીજ્ઞેશભાઇ રસીકભાઇ ઉ.વ.26, (4) વિશાલભાઇ રાજેશભાઇ ઉવ 24 રહે સુરેન્દ્રનગર જિલ્લાવાળાઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ આરોપીઓને ઝડપી લેવા માટે એચ.એ.જાડેજા, પો.ઇન્સ.પીએસઆઇ વસાવા, આર.કે.બોદર, સહદેવસિંહ ચૌહાણ, પ્રદિપસિંહ ચુડાસમા સહિતના પોલીસ સ્ટાફે કાયવાહી હાથ ધરી હતી. છેલ્લા થોડા સમયથી જે ગુનાની ફાઇલ અભેરાઇ પર ચડી ગઇ હોય તેના પરની ધૂડ ઉડાવવા જિલ્લા પોલીસવડાની સુચના બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો