સ્પર્ધા:ઓસમને આંબવા યૌવનની દોટ, નવા રેકોર્ડ

ધોરાજી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધામાં 252 ભાઇઓ, 162 બહેનો સહિત 414 સ્પર્ધક દોડ્યા

ધોરાજીના પાટણવાવ ઓસમ ડુંગર ખાતે રાજ્યકક્ષાની તૃતીય ઓસમ આરોહણ - અવરોહણ સ્પર્ધા ગુરુવારે યોજાઇ હતી નવા રેકોર્ડ સર્જાયા છે અને ભાઈઓમાં મેર ચેતન અને બહેનોમાં ચૌહાણ યશના પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા.

આ સ્પર્ધામાં ૧૦.૦૮ મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને ૯.૩૪ મિનિટના રેકોર્ડ સાથે ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે મેર ચેતન, દ્વિતીય ક્રમાંકે ૧૦.૪૯ મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે ૧૦.૫૧ મિનિટ સાથે કાલરીયા ક્રિશ તેમજ બહેનોમાં ૧૪.૦૪ મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને ૧૩.૩૫ મિનિટના નવા રેકોર્ડ સાથે પ્રથમ ક્રમાંકે ચૌહાણ યશના, દ્વિતીય ક્રમાંકે ૧૩.૪૧ મિનિટ સાથે બાવળીયા ત્રીશા વિજેતા થયા.

આઠ જિલ્લાના દોડવીરોએ ભાગ લીધો
આ સ્પર્ધામાં ગુજરાતના ૮ ભાઈઓ 252, બહેનો 162 સહિત 414 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર માંથી દોડવીર પહોંચ્યા હતા. સ્પર્ધકોએ ઓસમ ડુંગર ઉપર થી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ પરત પહોંચવાનું હતું. સ્પર્ધાને સફ્ળ બનાવવા નાયબ કલેક્ટર જયેશભાઈ લીખીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.પી. દિહોરા, જિલ્લા રમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા, ધોરાજી મામલતદાર એમ.જી.જાડેજા, ઉપલેટા મામલતદાર એમ. ટી. ધનવાણી, ધોરાજી તાલુકા વિકાસ અધિકારી પી.ડી. ડઢાણીયા સહિતનાની ટીમે જહેમત ઉઠાવી હતી.

સ્પર્ધાની વિશેષતાઓ
1. ડિયો ફ્રિકવન્સી ચીપ સીસ્ટમ સાથે પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું,આ સિસ્ટમનો ઉપયોગ પોલીસ ભરતી માટે થાય છે.
2.ખેલાડીઓની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરાથી સ્પર્ધાનું સુપરવિઝન કર્યુ હતું.
3. ખેલાડીઓને ખાસ પ્રકારની ચીપ સાથેના આધુનિક પધ્ધતિથી તૈયાર કરાયેલા નંબર અપાયા હતા.
4.પ્રથમ નંબરે વિજેતા ખેલાડીને રૂ. ૨૫૦૦૦/- દ્વિતિય નંબરને રૂ.૨૦,૦૦૦/- તૃતિય નંબરને રૂ. ૧૫,૦૦૦/- એમ કુલ મળી ૧ થી ૧૦ નંબર સુધી વિજેતા ખેલાડીઓને રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરાયા.

અન્ય સમાચારો પણ છે...