તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ધોરાજી હાઇ-વે પર રિક્ષા પલટી જતાં યુવાનનું મોત

ધોરાજી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધોરાજીમાં રીક્ષા પલ્ટી ખાઈ જતાં અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું છે. રીક્ષાચાલકને ઈજા થતાં સારવારમાં હોસ્પિટલ ખસેડાયો છે. આ અંગે પોલીસ મથકેથી જાણવા મળેલ માહિતી મુજબ ધોરાજી નેશનલ હાઈવે પર રીક્ષા પલ્ટી ખાઈ જતાં બહારપૂરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઇ વિનોદભાઇ દવેને ગંભીર ઈજા થતા મોત નિપજ્યું છે જ્યારે રીક્ષા ચાલક ને ઈજા થતા સારવાર મા હોસ્પિટલ ખસેડાયો છે.

આ અકસ્માતના બનાવમાં મૃતક યુવાન પ્રકાશ મજૂરી કામ માટે ધોરાજીથી પીઠડીયા ગામે રીક્ષામાં બેસીને જતો હતો ત્યારે અચાનક જ રીક્ષા પલ્ટી ખાઈ જતાં આ ગોઝારા અકસ્માતમાં પ્રકાશભાઇ વિનોદભાઇ દવેનું સ્થળ પર મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અકસ્માતના બનાવ અંગે ધોરાજી પોલીસ મથકના જમાદાર હિતેશભાઇ ગરેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો