દુખદ:દુધીવદરમાં ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતાં યુવાનનું મોત

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામકંડોરણાના દુધીવદર ગામે અજાણ્યા ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. દૂધીવદર ગામે રહેતાં મુળ તળાજાના પરસોતમભાઇ જહાભાઇ પોતાનું બાઈક લઈને જતા હતાં ત્યારે કોઈ અજાણ્યાં ટ્રેક્ટરના ચાલકે હડફેટે લેતા પરસોતમ ભાઈનું ગંભીર ઈજા થતા મોત નિપજતાં સરકારી હોસ્પિટલ ખાતે આવતાં ફરજ પરના તબીબે પોલીસને જાણ કરાતા હોસ્પિટલ ખાતે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના પત્નીએ અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...