તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દૂધીવદર પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા મહિલાનું મોત

ધોરાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પતિ અને ભત્રીજાને સારવારમાં ખસેડાયા
 • ટ્રકના તોતિંગ વ્હિલ મહિલાના માથે ફરી વળ્યા

જામકંડોરણાના દૂધીવદર ગામ પાસે ટ્રકે બાઈક ને હડફેટ લેતા ભાદાજાળીયા ગામની મહીલાનું મોત નિપજયું છે. ભાદાજાળિયાનું દંપતિ ભત્રીજાને સાથે લઇ આવી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના નડી હતી. જેમાં પતિની નજર સામે પત્ની પર ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળ્યા હતા.

અંગે જાણવા મળેલ માહીતી મુજબ ધોરાજીના ભાદાજાળીયા ગામે રહેતા ભુપતભાઇ મોહનભાઇ પાઘડાર અને તેમના પત્ની અલ્કાબેન બાઇક લઈને દૂધીવદર પાટીયા પાસે આવતાં હતાં ત્યારે ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત બનાવમાં અલ્કા બેન ઉ 45 ને ગંભીર ઈજા થતા મોત નિપજ્યું છે જ્યારે તેનાં પતિ ભૂપતભાઈને ઈજા થતા સારવારમા હોસ્પિટલ ખસેડાયા છે.

ભાદાજાળીયાના ભૂપતભાઈ પાધડાર તથા પત્ની અલ્કા બેન અને સાઢૂભાઈનો પૂત્ર ધ્યેયને બાઈકમાં લઈ ને દૂધીવદર પાટીયા પાસે આવી રહયાં હતાં ત્યારે ટ્રકે હડફેટે લેતા અલ્કાબેન ભુપતભાઇ પાઘડાર ઉ.45ને માથે ટ્રકનું વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. ભૂપતભાઈ તથા નાના બાળક ને ઈજા થતા સારવારમા હોસ્પિટલ ખસેડાયેલા છે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો