તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકોની પરેશાની વધી:ધોરાજીમાં પાણીની લાઇન તૂટી જતાં રોડ પરના ખાડામાં પાણીની રેલમછેલ

ધોરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ ઓફિસથી પસાર થતી વખતે વાહનચાલકો પરેશાન

ધોરાજીમાં પ્રી મોન્સૂન કામગીરીની મસમોટી વાતો કરતા પાલિકા તંત્રએ રોડ પરના ખાડા બૂરવાની તસદી લીધી નથી અને એવામાં પોસ્ટ ઓફિસ પાસે લાઇન તૂટતાં રોડ પર રહેલા ખાડામાં પાણી ભરાતાં અહીંથી પસાર થતાં વાહનચાલકોની પરેશાની વધી પડી છે.

ધોરાજીના પોસ્ટ ઓફિસ રોડ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન ટૂટી જતાં આખા વિસ્તારમાં જાણે ચોમાસું આવ્યું હોય એ પ્રકારે રોડ પર પાણી ફરી વળ્યું હતું. આ સમયે જાહેર માર્ગોપર ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતાં. ધોરાજી શહેર ભાજપ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે આવી સમસ્યાઓને કારણે પ્રજા પરેશાન ન થાય તે બાબતે તંત્ર વાહકો દ્વારા સમસ્યા હલ કરવાની રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...