અરજદારો ઊમટ્યા:ધોરાજીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ

ધોરાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ કલેક્ટરે બૂથની મુલાકાત લઇને 18 વર્ષથી મોટા મતદારોના નામોનો ઉમેરો કરવા તાકીદ કરી

ધોરાજીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થતાં નાયબ કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓએ બૂથની મુલાકાત લઈ ને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફરજ બજાવતાં કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે જે તે અરજદારોને મતદાર યાદીમાં સુધારા વધારા કરવા માટે કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને અાસાનીથી સુધારા થઇ જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા આ આયોજન કરાયું છે.

ધોરાજી પ્રાંત વિસ્તારમાં આગામી ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું ચૂંટણી પંચ દ્વારા આયોજન કરાયું છે જેમાં મતદાન બૂથો ખાતે મતદાર યાદી સુધારણા કાયકમ અન્વયે મતદારોને નવા ચૂંટણી કાર્ડ માટે ફોમ ભરવુંવ, ચૂંટણી કાર્ડમાં નામ સુધારા કરવા, મતદાર યાદીમાંથી નામ કમી કરવું, 18 વર્ષથી મોટા યુવા મતદારોના નામોના મતદાર તરીકે ફોર્મ ભરવા સહિતની કામગીરી શરૂ કરાઈ છે.

ધોરાજીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થતાં ધોરાજી નાયબ કલેક્ટર જી. વી. મીયાણી ,મામલતદાર કે. ટી. જોલાપરા સહિતના અધિકારીઓની ટીમે ધોરાજીના મતદાન બૂથોની મુલાકાત લઈને કર્મચારીઓ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમ શરૂ થતાં જે અરજદારોને મતદાર યાદીમાં સુધારણા કરવાની છે તેઓને ઘણી જ સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...