રોષ:ધોરાજીના ભૂખીમાં ST સેવા શરૂ કરવા ગ્રામજનોની માંગ

ધોરાજી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત છતાં નિગમ સળવળતું ન હોય, રોષ

ધોરાજીના ભુખી ગામે એસટી બસ સેવા શરૂ કરવા ગ્રામજનો એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. લોકોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે એક તરફ ઇંધણના ભાવો આસમાને જઇ રહ્યા છે. મોંઘવારી પણ ફાટીને ધુમાડે પહોંચી છે. આવન જાવન માટે એસટી બસ જ એકમાત્ર સસ્તો વિકલ્પ છે ત્યારે અહીં એક પણ એસટી બસ ન આવતી હોવાથી અમારે નાછૂટકે ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડી રહી છે, જે અમારા ખિસ્સાને પણ પરવડતું નથી. આથી અહીં બસ શરૂ કરવામાં આવે તે અમારી વર્ષોની માગણી હવે સંતોષાય તે જરૂરી છે.

ધોરાજીના ભૂખી ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે ભૂખી ગામે ઘણા સમયથી એસટી બસ સેવા બંધ કરાતાં ગ્રામજનો, વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે વિદ્યાર્થીઓ ધોરાજી અને અન્ય ગામોના ઉચ્ચ અભ્યાસ માટે અપડાઉન કરે છે. વિદ્યાર્થીનીઓ પણ ખુલ્લા વાહન અને ખાનગી વાહનોમાં અપડાઉન કરે છે. ભારે વરસાદ, તડકો, ઠંડી વચ્ચે વિદ્યાર્થીઓ હેરાન થાય છે અને ખાનગી વાહનો પણ ટાઇમે આવતા નથી. ત્યારે ભૂખી ગામે એસટી બસ સેવા શરૂ નહી કરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તંત્ર વાહકો દ્વારા ભૂખી ગામે એસટી બસ સેવા શરૂ કરવા માટે ગામજનો એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...