ધરપકડ:ધોરાજીમાં વાહનચોર પકડાયો, રૂ. 15,000નો મુદ્દામાલ કબજે

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સામે અગાઉ પ્રોહિબિશનના ગુના નોંધાયા

ધોરાજીમાં વાહન ચોરી કેસ વધી રહ્યા હોઇ પોલીસ સતર્ક બની ગઇ છે અને બાઇક ચોરોનું પગેરું દબાવવા સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાને ધ્યાને લઇ આરોપીઓ સુધી પહોંચી તેમને કાનૂનનું ભાન કરાવવા મથામણ કરી રહી છે, તેવામાં શહેર પોલીસને બાતમી મળી હતી કે અગાઉ બાઇકની ચોરી મામલે નોંધાયેલી ફરિયાદના અનુસંધાને એ ચોર ત્યાંથી પસાર થવાનો છે જેથી વોચમાં રહી હતી અને જેવો એ શખ્સ જોવા મળતાં તેને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું અને તેની પાસેથી 15,000નો મુદામાલ કબજે લીધો હતો.

ધોરાજી પીઆઇ એ.બી.ગોહિલ સહિતના સ્ટાફે ચોરાયેલા બાઇક સાથે એક શખ્સને સીસીટીવી કેમેરામા નિકળતાં જોઈને બાતમીના આધારે નંબર પ્લેટ વગરના બાઇક સાથે નવાજખાન દીલાવરખાનને પકડી લીધી હતો. પોલીસે બાઇક કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપી વિરૂધ્ધ પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...