તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ભય:છાડવાવદર ગામે સીમ વિસ્તારમાં સિંહના ધામા, ભેંસનું મારણ કરી વનરાજે હાજરી પૂરાવી

ધોરાજી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીના છાડવાવદર ગામે ભાદર નદી કાંઠે સીમ વિસ્તારમાં સિંહના ધામા હોવાની સાબિતી મળી છે અને સિંહના ફૂટ પ્રિન્ટ પણ મળ્યા છે, સાથે સાથે સાવજે ફાડી ખાધેલી ભેંસનો મૃતદેહ પણ હાથ લાગ્યો છે. આથી ખેડૂતો અને સીમ વિસ્તારમાં રહેતાં લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે.ધોરાજીના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સિંહએ ધામા નાખ્યા છે. જેમાં છાડવાવદર ગામે ભાદર નદી કાંઠે આવેલી વાડીમાં સિંહોએ ભેસનું મારણ કર્યાનો બનાવ બનતાં સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગના અધિકારીઓ, કર્મચારી ગણે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

ધોરાજીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જોષીબેને જણાવ્યું હતું કે ધોરાજીના છાડવાવદર ગામના સીમ વિસ્તારમાં સિંહે મારણ કર્યાની જાણ થતા વન વિભાગની ટીમે દોડી જઈને ખેડૂતોને જાગૃત કરવા અને સીમ વિસ્તાર, વાડીઓમાં, વાડમાં વીજ કરંટ ન રાખવા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોને સાવજોને ન કનડવા અને વીડિયો કે ફોટોશૂટ ન કરવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો