ઝુંબેશ:ધોરાજી પંથકમાં લમ્પી વાઇરસના આઠ કેસ નોંધાતાં રસીકરણ ઝુંબેશ શરૂ કરાઇ

ધોરાજી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલકોમાં ચિંતાનું મોજું, આરોગ્ય તંત્રમાં દોડધામ વધી પડી

ધોરાજી પંથકમાં પશુઓમાં લમ્પી વાઈરસના આઠ કેસ નોંધાતાં રસીકરણ ઝુંબેશ શરૂ કરાઈ છે અને પશુઓને સુરક્ષિત કરવાની તજવીજ આરંભી દેવાઇ છે. ધોરાજી તાલુકાના વાડોદર, સૂપેડી સહિતના વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાઇરસ દેખા દેતાં પશુપાલન ખાતાંના તબીબોએ નવેક પશુઓની તપાસ હાથ ધરીને સારવાર અપાઈ રહી છે.

ધોરાજી પંથકમાં પશુઓમાં લમ્પી વાઇરસના કેસ આવતાં રાજકોટ દૂધ સંધના ચેરમેન ગોરધન ભાઈ ધામેલીયા સહિતના અધિકારીઓએ દોડી જઈને રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ધોરાજી તાલુકાના પશુપાલન ખાતાંના ડો. ભરત રાતીયાએ જણાવ્યું હતું કે ધોરાજીના ગ્રામીણ વિસ્તારો લમ્પી વાઇરસના કેસો આવતાં સારવાર અપાઈ રહી છે, તેમજ વાઇરસ સામે રક્ષણ આપે તેવી વેક્સિન આપવાની ઝુંબેશ આરંભી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...