નિમણુંક:ધોરાજી માર્કટિંગ યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી

ધોરાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેન હરકિશન માવાણી, વાઇસ ચેરમેન તરીકે કિરીટ સાપરીયા ફરજ બજાવશે

ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેનની બિન હરીફ વરણી કરવામાં આવી છે. નવનિયુક્તોને આગેવાનોએ આવકારી શુભેચ્છા પાઠવી છે. ચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ પાર્ટીના નિયમ પ્રમાણે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ નામ જાહેર કર્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે ધોરાજી માર્કેટિંગ યાર્ડના ડિરેકટરોની ચૂંટણી થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી હતી જે આજે પાર્લામેન્ટરી બોર્ડએ નક્કી કર્યા મુજબ ધોરાજીના યુવા અગ્રણી હરકિસનભાઇ માવાણીને ચેરમેન તરીકે તેમજ વાઇસ ચેરમેન તરીકે કિરીટભાઈ સાપરીયાની નિમણૂક કરવામાં આવી છે.

આ સમયે જિલ્લા રજીસ્ટ્રાર ની હાજરીમાં ચૂંટણી કાર્યવાહી કરી હતી જેમાં અન્ય કોઈ ફોર્મ રજૂ ન થતા ધોરાજી માકેટીગ યાર્ડના ચેરમેન તરીકે હરકિસનભાઇ માવાણી તથા વાઈસ ચેરમેન તરીકે મોટીમારડ ના કિરીટભાઈ સાપરીયાની બીન હરીફ વરણી કરાઈ છે. આ બન્નેની બિન હરીફ વરણી થતાં ખેડૂતો, ભાજપના અાગેવાનોએ મીઠાઈ વિતરણ કરી, આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...