સજા:વિદ્યાર્થિનીને મૈત્રી માટે દબાણ કરનારને બે વર્ષની કેદની સજા

ધોરાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજીના આરોપીને10,000નો દંડ કરાયો

ધોરાજી કોર્ટે વિદ્યાર્થિનીને ફ્રેન્ડશીપ માટે દબાણ કરનાર આરોપીને બે વર્ષની કેદની સજા તથા રૂ 10,000 દંડ ફટકાર્યો છે. આ કેસ અંગે સરકારી વકીલ કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે ધોરાજીના સેશન્સ જજ રાહુલ શર્મા એ ચુકાદો આપી આરોપી જીતેન્દ્રને ભોગ બનનાર વિદ્યાર્થિની પાછળ જઈ અને તેમને ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરવા અંગે છેડતી કરવા બાબતના કેસમાં ચુકાદો આપી અને આરોપીને તકસીરવાન ગણાવ્યો છે અને બે વર્ષની કેદની સજા સાથે દંડ ફટકાર્યો છે.

ભોગ બનનારના પિતાએ ફરિયાદ આપેલી કે તેમની દીકરી આદર્શ સ્કૂલમાં ભણતી હતી ત્યારે આરોપી જીતેન્દ્રભાઈ નથુભાઈ તેની પાછળ જતો અને મિત્રતા કરવા માટે દબાણ કરતો તથા અવારનવાર હેરાન કરતો હોવાથી પોલીસને ફરિયાદ આપેલી હતી. તપાસના અંતે કે. બી. સાંખલાએ ચાર્જશીટ કરેલું હતું અને આરોપી વિરુદ્ધ કલમ 354 એ તથા પોક્સો એકટ મુજબ ફરિયાદનોંધી હતી. આખી ટ્રાયલ ચાલી જતા ભોગ બનનારની જુબાની તથા આધારો અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખની દલીલોને ધ્યાનમાં લઇ અદાલતે આરોપી જીતેન્દ્ર નથુભાઈને બે વર્ષની સજા તથા રૂપિયા દસ હજાર દંડ ફરમાવ્યો છ..ભોગ બનનારને બે લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...