ધરપકડ:ધોરાજીમાંથી કારના સાઇલેન્સરની ચોરી કરતા બે શખ્સ ઝડપી લેવાયા

ધોરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઈલેન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી લઇ બાદમાં તે વેચી દેતા

ધોરાજીમાં છેલ્લા થોડા સમયથી કારના સાયલેન્સરની ચોરી થવાની અનેક ઘટનાઓ સામે આવી હતી અને તેની વધતી ફરિયાદોના પગલે પોલીસ સાબદી બની ગઇ હતી અને ધોરાજી ઉપરાંત જેતપુર અને ઉપલેટામાંથી આ રીતે સાયલેન્સર ચોરનાર બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ધોરાજી, ઉપલેટા, જેતપુર વિસ્તારમા છેલ્લાં ઘણાં સમયથી કારના સાઈલેન્સર ચોરી કરી તેમાંથી કિંમતી ધાતુ કાઢીને તે બારોબાર વેચી મારી તેમાંથી રોકડી કરી લેવાના બનાવો વધતાં પોલીસે વોચ ગોઠવી હતી.

અને બે શખ્સની ધરપકડ કરી હતી. ધોરાજીના ઋષિવાડી વિસ્તારમા રહેતાં અલ્પેશ ભાઈ કાચાની ઇકો કારમાંથી સાઈલેન્સર ચોરી થઈ જતા તેમણે ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ સિહ ગોહિલને ફરિયાદ આપતા તપાસ હાથ ધરીાં આરોપીને ઝડપી પાડયા હતા.જેમાં આશિષ ઉર્ફે કાનો રાજેશભાઈ અને કુશાલ મનોજભાઇને ઝડપી. આગવી ઢબે પૂછપરછ કરતાં તેમણે સાઈલેન્સર ચોરીના અન્ય ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી. જેમાં ધોરાજી, ઉપલેટા, જેતપુર, જામજોધપુર પંથકમાં ૧૪ જેટલાં વાહનોમાંથી સાઈલેન્સર ચોરી તેમાંથી નીકળતું કિંમતી ધાતુ વેચી મારી હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. પોલીસે સાઈલેન્સરમાં નિકળતી આ ધાતુનો શેમાં ઉપયોગ કરવામાં આવે છે અને તેનાં સોદાગરો કોણ છે તેને શોધવા પીએસઆઇ આર કે ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...