ધોરાજીનાં પાટણવાવ ગામે પ્રૌઢ ઉપર બે શખ્સએ હૂમલો કરતાં તેમને સારવારમાં હોસ્પિટલે ખસેડાયા છે. ધોરાજીનાં પાટણવાવ ગામે રહેતા વૃધ્ધે પોતાના સંબંધીની વાડીએ રાખેલા લાકડા ભરવા જતાં આ લાકડા અમારા છે તેમ કહી પાઈપ અને લાકડી વડે બે શખ્સએ હૂમલો કરતાં તેમને ઈજા થતા સારવારમાં લઇ જવાયા હતા અને તેમની ફરિયાદ પરથી બે શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી આરંભાઇ છે.
આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ પાટણવાવ ગામે રહેતા પ્રવિણભાઈ પ્રેમજીભાઈ રાણવાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓનાં ધોરાજીના સબંધી વિજયભાઈ ચાવડાની ખેતીની જમીન પાટણવાવ ખાતે આવેલી છે અને તેઓ આ જમીનની દેખરેખ રાખે છે.
ચારેક માસ પૂર્વે વિજયભાઈની વાડીના શેઢે લાકડાનો જથ્થો સુકાવવા માટે રાખ્યો હતો અને બે દિવસ પૂર્વે તેઓ આ લાકડા લેવા માટે પરિચિતની રીક્ષા લઈને ગયા હતા ત્યારે લાકડાનો જથ્થો ઓછો જણાતા તેમણે ત્યાં મોજુદ સોહીલ અને શાહરૂખને આ અંગે પૂછતાં આ બન્ને ઉશ્કેરાયા હતા.
બંને આરોપીઓએ આ લાકડા અમારા છે, તેમ કહી પ્રવિણભાઈને ગાળો ભાંડી પાવડા અને લાકડીની લોખંડની પટ્ટીથી હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. માર માર્યા બાદ બન્ને શખ્સો નાસી ગયા હતા. આથી પ્રવિણભાઇએ સોહીલ મુસા તથા શાહરૂખ મુસા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.
આટકોટના યુવાન પર હુમલો
આટકોટનો યુવાન ડબ્બા ડ્રેડિંગમાં અમુક રકમ હારી ગયો હતો અને રકમ ભરપાઇ કરવાના પૈસા ન હોવાથી, ચાર શખ્સે કડક ઉઘરાણી કરવાનું શરૂ કર્યું હતું અને યુવાને પૈસા ન દેતાં તેના પર લાકડી અને ધોકા વડે હુમલો કરતાં યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આટકોટમાં બસ સ્ટેશન પાસે રહેતા મેહુલ ભાઈ ઉર્ફે લાલો પરવાઙિયાએમાં રાજકો ના સંજયભાઈ બોરીચા તેમજ ત્રણ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે આ શખ્સોએ લાકઙી ઘોકા પાઈપ વડે તેના પર હૂમલો કર્યો હતો અને હાથ,પગ અને વાંસામાં માર મારી મુંઢ ઈજા કરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે તે ડબ્બા ટ્રેડિંગમાં પૈસા હારી ગયો હતો અને તેની પાસે પૈસાની વ્યવસ્થા ન હોઇ, આ શખ્સોએ તેના પર હુમલો કરી પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.ફરિયાદીને જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.