તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કારમાં લિફ્ટ આપી ઘેની પીણું પીવડાવી દાગીના, રોકડ તફડાવનાર બે ઝડપાયા

ધોરાજી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામકંડોરણાના જશાપરની મહિલાને કારમાં બેસાડી, બેભાન કરીને લૂંટી લીધી હતી
  • મહિલાની સામેલગીરીની શંકાના આધારે શોધખોળ શરૂ, 80,000નો મુદ્દામાલ કબજે

જામકંડોરણાના જશાપરની મહિલાને કારમાં લીફ્ટ આપીને તેને એક કોલ્ડ્રિંક્સ પીવા માટે આપ્યું હતું અને તેમાં દવા નાખીને બેભાન કરીને દાગીના, રોકડ રકમની ઉઠાંતરી કરનાર જામનગરના બે શખ્સને રૂરલ પોલીસ એલસીબી ટીમે ઝડપી પાડીને તપાસ હાથ ધરી છે. આ ગેંગમાં એક મહિલા પણ સામેલ હોવાની બાતમીના આધારે પોલીસે શોધખોળ અારંભી છે.

જામકંડોરણાના જશાપર ગામે રહેતી પરિણીત મહિલા ચંદ્રિકાબેન મનસુખભાઈ પટેલે પોલીસ મથકે બે દિવસ પહેલાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું જસાપર ગામેથી જેતપુર જવા નિકળી હતી, અને જશાપર ગામે પેટ્રોલ પંપ પાસે વાહનની રાહ જોઈ રહી હતી ત્યારે ત્રણ વાગ્યા ના સમયે કાળા કલરની મોટરકાર મારી પાસે ઉભી રહી તે કારમાં બે પુરૂષ હતાં. જેમાં કારચાલકે મને પૂછ્યું હતું કે તમારે ક્યાં જવું છે, આથી મેં ધોરાજી જવાનું કહેતાં તેમણે મને લીફ્ટ આપી હતી.

કારચાલકે રાયડી પાસે કાર ઉભી રાખીને કારમાં બેસેલા અન્ય આરોપી શખ્સે દૂકાનેથી સોડા લીધી હતી, અને એક ગ્લાસ મને આપતાં મેં પીધા બાદ બેભાન થઈ ગઇ હતી અને મારૂ પાકીટ, મોબાઈલ, સોના દાગીના મળ્યા ન હતા.અાથી પોલીસને જાણ કરાતાં તાબડતોબ રૂરલ પોલીસ દોડતી થઇ હતી અને રૂરલ પોલીસ વડા બલરામ મીનાની સૂચના માર્ગદર્શન તળે રૂરલ એલસીબી પીઆઇ ગોહીલ, જામકંડોરણા પીએસઆઈ ગોહેલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલા આરોપી અજયસિંહ ઉફે અર્જૂનસિંહ રહે. રાજકોટ , બલભદ્રસિંહ ઉર્ફે ડૂગો પથૂભા રહે. જામનગર વાળાને રૂ 1 લાખ 80 હજાર મૂદામાલ સાથે ઝડપી લીધા હતા. આ ટોળકીમાં સામેલ એક મહિલા નામે શબાના સમીરને ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓએ આ રીતે અન્ય કેટલા ગુના આચર્યા છે તે સહિતની વિગતોની જાણકારી મેળવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...