ધોરાજી પાસે ટ્રકના ચાલકે બાઈકને અડફેટ લેતાં જૂનાગઢ રહેતા અને પાંચપીપળા ખાતે ખેતી માટે આવી રહેલા ખેડૂતનું મોત નિપજતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સર્વિસ રોડ પર બેફામ ગતિએ આવતા વાહનો અવારનવાર આ રીતે દુર્ઘટના નોતરી અનમોલ જિંદગીઓને હતી ન હતી કરી બેસે છે ત્યારે બેમર્યાદ ગતિએ આવતા ચાલકોને નિયમનું ભાન કરાવવું, કાયદાનું કડક પાલન આવશ્યક છે.
આ બનાવની મળતી માહિતી અનસાર ધોરાજી નજીક ટ્રકના ચાલકે બાઈકને ઉડાવતા પાંચપીપળા ગામના ખેડૂતનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ મથકે જાણવા મળેલી માહિતી મૂજબ જૂનાગઢ ખાતે રહેતા અને પાંચ પીપળા ગામે ખેતીકામ કરતા મનસુખભાઈ કાનજીભાઈ (ઉ.58) નામના ખેડૂત બાઈક લઇને આવતા હતા.
દરમિયાન જૂની ખોડીયાર હોટલ પાસેના સર્વિસ રોડ પર ટ્રકે હડફેટે લેતાં ગંભીર ઈજા થતા સારવારમા હોસ્પિટલ ખસેડાયા હતા, ત્યાં ફરજ પરના તબીબે મનસુખભાઈનું મોત થયાની જાહેરાત કરી હતી અને પરિજનોને જાણ કરવાની તજવીજ આરંભી હતી. આ બનાવ અંગે સ્ટાફના વાણવીએ વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.