આરોહણ-અવરોહણ સ્પર્ધા:ઓસમને આંબવા આજે 223 સ્પર્ધક લગાવશે દોટ

ધોરાજી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીડ ન થાય તે માટે ડુંગર ચડવા-ઉતરવાના અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યાં

ધોરાજીના પાટણવાવ ખાતે ઓસમ પર્વતને આંબવા આજે 223 સ્પર્ધક દોટ લગાવશે અને ગણતરીની મીનિટોમાં પર્વત સર કરી બતાવશે. પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સવારે 7 વાગ્યે ફલેગ ઓફ આપી સ્પર્ધાનો પારંભ કરાશે. આર.એસ.આઇ.ડી. ચીપથી સ્પર્ધકોનું મોનીટરીંગ કરાશે. પર્વત આરોહણ અને અવરોહણ માટેના અલગ અલગ માર્ગ તૈયાર કરાયા છે, જેથી કોઇ ભીડ ન થાય.

અગાઉ આ સ્પર્ધા વર્ષ 2020માં યોજાઇ હતી. સ્પર્ધાના સૌપ્રથમ આયોજનમાં ગિરનાર ઉપરાંત પાવાગઢ, ઇડર, ચોટીલા, પાલીતાણા અને ઓસમ પર્વતનો સમાવેશ કર્યો હતો. મહામારીને કારણે બે વર્ષ સુધી સ્પર્ધા ન યોાઇ. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને આજે ફરી સ્પર્ધકો દોડ મૂકશે.

આ સ્પર્ધાના આયોજન અન્વયે નાયબ કલેકટર કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા તમામ વ્યવસ્થાનું આયોજન કોરોનાની ગાઈડલાઈન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. જે પ્રમાણે રાજકોટ જિલ્લાના ૧૪ થી ૧૮ વયનાં તરુણો આ સ્પર્ધામાં જોડાઈ શકશે. સ્પર્ધકોએ ચડતી વખતે તળેટીથી શરૂ કરીને ૭૫૦ પગથિયાં ચડવાનાં રહેશે. ત્યાર બાદ ઉતરવાનો રુટ માત્રી માતાના મંદિર થી ૭૫૦ પગથિયાં અને ટપકેશ્વર મહાદેવ અને ૬૫૦ મીટરનો ટ્રેક પાર કરવાનો રહેશે. આ અંગે ખરાઈ કરવાના હેતુથી કેમેરા અને સ્પર્ધકોને આર. એસ. આઇ. ડી. ચીપ (રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફીકેશન ચીપ)થી મોનીટર કરવામાં આવશે.

વિજેતા થનાર સ્પર્ધકને ગોલ્ડ મેડલ અને ૧૨૫૦૦ રોકડ પુરસ્કાર, દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર સ્પર્ધકને સિલ્વરમેડલ અને ૧૦૦૦૦ રોકડ પુરસ્કાર તથા તૃતિય ક્રમ મેળવનારને બ્રોન્ઝ મેડલ અને ૯૨૦૦ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ઉપરાંત પ્રથમ આવેલ ૧ થી ૧૦ વિજેતાઓને ગિરનાર પર્વત આરોહણ - અવરોહણ સ્પર્ધામાં સીધો પ્રવેશ મળશે. સ્પર્ધામાં ભાગ લેનાર ભાઈઓ અને બહેનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા ધોરાજી પ્રાંત કચેરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સ્પર્ધાને સફ્ળ બનાવવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, ધોરાજી નાયબ કલેક્ટર જયેશ લીખયા, ધોરાજી મામલતદાર કે ટી જોલાપરા, ઉપલેટા મામલતદાર માવદીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે .

અન્ય સમાચારો પણ છે...