નવજીવન આપ્યુ:રોધેલમાં સર્પદંશથી પીડાતા ખેડૂને 108ની ટીમે આપી નવી જિંદગી

ધોરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદ છતાં ટીમ પહોંચી અને સારવારની વ્યવસ્થા કરી

જામકડોરણાના રોધેલ ગામે ભારે વરસાદ વચ્ચે કામ કરતા ખેડૂતને સાપએ દંશ મારતાં તેઓ ફસડાઇ પડ્યા હતા અને 108ની ટીમને જાણ કરાતાં ટીમ ભારે વરસાદની પરવા કર્યા વગર દોડી ગઇ હતી અને સારવાર અપાવી નવજીવન આપ્યુ છે. જામકંડોરણા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રોઘેલ ગામના વાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગુજરાતી ખેતરમાં સહ-પરિવાર સાથે ખેત કામ કરતા હતા ત્યાં સાપે રમેશભાઈને ડંખ માર્યો હતો.

પરિવારના સભ્યોએ સમય સુચકતા વાપરી ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. અનેક અવરોધોને પાર કરીને જામકંડોરણા ૧૦૮ની ટીમ તેમના વાડી વિસ્તારમાં ગણાતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને દર્દીને ઓનલાઈન ડોક્ટરની મદદથી પ્રાથમિક સારવાર આપી હતી. જેથી રમેશભાઈના જીવ પરનું જોખમ ટળ્યું.

ઉપરાંત વધુ સારવાર માટે રમેશભાઈને ધોરાજી હોસ્પિટલ ખસેડાયા હતા.પરીવારજનોએ જણાવ્યું હતું કે, ધોધમાર વરસાદને કારણે ક્યારેક ખેતરમાં કામ કરવું જોખમી હોય છે. ગમે ત્યારે જનાવર કરડી જવાની બીક લાગે અને આવું થાય ત્યારે સારવાર મળવી અઘરી થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...