કામગીરી:ધોરાજીની તાલુકા શાળા નંબર-2ના ઓરડાઓનું નવીનીકરણ કરાશે

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર અને શૈક્ષણિક કિટ અપાઇ

ધોરાજીના ફરેણી રોડ વિસ્તારમાં આવેલી તાલુકા શાળા નંબર-2 ના ઓરડાઓના નવીનીકરણની કામગીરીનું સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે તેમ ઉમેરવામાં આવ્યું છે.

ધોરજીના ફરેણી રોડ પરની ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલી તાલુકા શાળા નંબર 2ના ઓરડા અત્યંત જર્જરિત બની ગયા હતા. આથી આ ઓરડાઓની મરામત અને નવીનિકરણની કામગીરી કરવાની છેલ્લા ઘણા સમયથી માગણી ઉઠી રહી હતી, જે મંજૂર રહી હતી અને સાંસદ રમેશ ધડૂકના હસ્તે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ સમારોહમા ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન રસીક ભાઈ ચાવડા, રાજૂભાઈ ડાંગર, તાલુકા વિકાસ અધિકારી દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.આ તકે શાળાના આચાર્ય નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે તાલુકા શાળાના નવા રૂમો બનાવવાની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. સાંસદની ગ્રાન્ટ મંજુર થઇ જતાં આ કામગીરીનું ખાતમુહૂર્ત યોજાયું હતું. સાંસદે આ તકે બાળકોને ફ્રૂટ , સુખડી ખવડાવ્યા હતા તેમજ કીટ વિતરણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...