આનંદની લાગણી:જામકંડોરણાને ગોંડલ, રાજકોટ સાથે જોડતો રસ્તો ખુલ્લો મુકાયો

ધોરાજી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 દિવસ સુધી બંધ રહ્યા બાદ વાહન વ્યવહાર શરૂ થઇ શક્યો

જામકંડોરણાને ગોંડલ અને રાજકોટ સાથે જોડતા રોડનો વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવ્યો છે. ફોફળ નદી પરનો પુલ ભારે વરસાદના પગલે ધોવાઇને તૂટી જતાં આ રસ્તો 19 દિવસ સુધી બંધ રહ્યો હતો અને માર્ગ મકાન વિભાગે શરૂ કરાવતાં તે રસ્તો શરૂ થઇ શક્યો છે.જામકંડોરણા પંથકમાં, ઉપરવાસમાં ભારે વરસાદના લીધે જામકંડોરણા ગોંડલ હાઈવેનો ફોફળ નદીનો પૂલ ધસમસતાં પાણીના પ્રવાહમા ધરાશાયી થતાં જામકંડોરણાથી ગોંડલનો વાહન વ્યવહાર બંધ હતો.

આ પુલને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ભાજપના જિલ્લા ઉપ પ્રમુખ ગોવિંદ ભાઈ રાણપરીયા એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં તાકીદે ફોફળ નદીના પૂલની રીપેરીંગ કામગીરી શરૂકરાઈ હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામકંડોરણા ગોડલ સ્ટેટ હાઈવે રોડનો વાહન વ્યવહાર શરૂ કરવા માટે રીપેરીંગ કામગીરી શરૂ કરી ને રોડનો વાહન વ્યવહાર શરૂ કરાયો છે. 19 દિવસથી બંધ આ રસ્તો શરૂ થતાં રસ્તા પરથી જતાં જામકંડોરણાના સાજડીયાળી, રંગપર, ધોળીધારના લોકો, ગોંડલ રાજકોટ જતાં આવતા લોકો અને વાહનચાલકો માટે રસ્તાનો વાહન વ્યવહાર શરૂ થતાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...