લોકો પરેશાન:ધોરાજીને ભૂખી સાથે જોડતો માર્ગ બન્યો ખખડધજ, વાહનચાલકોની રોજ કસોટી

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અતિ બીસ્માર બની ગયેલા માર્ગની મરામત ન કરાતાં લોકો પરેશાન

ધોરાજીને ભૂખી ગામ સાથે જોડતા રોડની હાલત બદથી બદતર બની જવા પામી છે. અહીંથી પસાર થવામાં વાહનચાલકોની રીતસર કસોટી થાય છે. વારંવારની રજૂઆતો છતાં આ રોડને રીપેર કરવામાં સંબંધિત તંત્ર કોઇ જ પગલાં લેતું ન હોવાથી ફરી એકવાર લોકોએ આ રસ્તાની મરામત કરવાની માગણી દોહરાવી છે. ધોરાજીના ભૂખી ગામનો રોડ અતિ બિસ્માર બની જતાં લોકો, વાહનચાલકોને હેરાન પરેશાન થવું પડે છે.

ભૂખી ગામના લોકોએ જણાવ્યું હતું કે તંત્ર વાહકોને આ રોડની હાલત અંગે વાકેફ કર્યા હતા અને ખાડા બૂરીને રોડને ચાલવા લાયક અને વાહન ચલાવવા જેવો બનાવી દેવા માગણી કરાઇ હતી પરંતુ તે ધ્યાને ન લેવાતા રોડ રસ્તા ઉપર એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે વાહનચાલકોને પસાર થઇ ગયા પછી જ હાશકારો થાય, સતત અકસ્માતના ભય હેઠળ પસાર જતા ચાલકોની ચિંતા કરીને હવે તંત્ર કોઇ પગલાં લે અને આ રસ્તો રિપેર કરાવે તેવી લોકોની માગણી છે.

અન્ય સમાચારો પણ છે...