રાજકોટ:ધોરાજીમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવનાર 29ના રિપોર્ટ નેગેટિવ

ધોરાજી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સેન્ટર ખાતે 40 લોકોમાં શંકાસ્પદ લક્ષણ દેખાતા લોકોના રીપોર્ટ કરાવીને તેમની તપાસણી કરાઈ છે. ધોરાજી કોરોના સેન્ટર ખાતે   ધોરાજીના 6, જેતપુરના 20, જામકંડોરણા 13 અને ઉપલેટાના 1 મળી કુલ 40 સેમ્પલ લેવાયા છે જેનો રીપોર્ટ, તપાસણીની તજવીજ હાથ ધરાઈ રહી છે. ધોરાજી નળીયા કોલોની ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામ 29 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ કરાયો હતા જેના રીપોર્ટ  નેગેટિવ આવતાં તંત્રને પણ હાશકારો થયો છે.

વધુ એક કેસ આવતાં દોડધામ
ધોરાજીમાં પટેલ આધેડનો કોરોના  રિપોર્ટ પોઝિટિવ  આવતાં તંત્ર વાહકોમાં દોડધામ મચી છે.  સૂરતથી રાયડી ગામે આવેલા ચિરાગનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવેલ હતો. તેના પિતાને શૂકવારે ધોરાજી ના જેતપુર રોડ પર રહેતા નવિન ભાઈ ઉંધાડનો રીપોર્ટ પોઝિટિવ આવતા સારવારમા ખસેડાયેલા છે.  ધોરાજી નાયબ કલેક્ટર જી. વી. મીયાણી,મામલતદાર કે. ટી. જોલાપરા,પી.આઇ. વિજય જોષી આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્ટાફ ધોરાજી ખાતે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...