કામગીરી:ધોરાજીમાં મેળાના ગ્રાઉન્ડમાંથી દબાણ હટાવાયા

ધોરાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશના પગલે વહીવટી તંત્રે દબાણ દૂર કરવાની કામગીરી આરંભી
  • સરકારી મેદાનમાં પરમિશન લીધા વિના મોટાપાયે ભંગાર બજાર જેવું સામ્રાજ્ય ખડકી દીધુ’તું

ધોરાજીના મેળાના ગાઉન્ડમાં જિલ્લા કલેક્ટરના આદેશના પગલે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધોરાજીના બહારપૂરા વિસ્તારમાં મેળાના મેદાનમાં ગેરકાયદેસર દબાણોના મામલે રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબૂએ ધોરાજી મામલતદારને દબાણ દૂર કરવા અંગે કાર્યવાહી કરવા આદેશ આપતા નાયબ કલેક્ટર જયેશભાઈ લીખીયા ના માર્ગદર્શન તળે ધોરાજી મામલતદાર જાડેજા ,ધોરાજી પીઆઇ ગોહીલ, નાયબ મામલતદાર ગોહીલ સહિતના અધિકારીઓની ટીમ સ્ટાફ સાથે દોડી ગઇ હતી અને મેળા ગાઉન્ડના દબાણો દૂર કરવા કાર્યવાહી આરંભી હતી.

ધોરાજી માં મેળા ગાઉન્ડ ખાતે છેલ્લા ઘણા સમયથી જૂની કાર અને બસ, ટ્રકોને ભાંગવાનું કામ ચાલી રહ્યું છે. આ સરકારી મેદાનમાં કોઈપણ જાતની પરમીશન લીધા વિના મોટાપાયે ભંગાર બજાર જેવું સામ્રાજ્ય ખડકાય ગયું હોઇ, આ મામલે ધોરાજી મામલતદારે થોડા સમય પુર્વે આ દબાણ હટાવ્યું હતું બાદમાં ફરી મેળા ગાઉન્ડ ખાતે દબાણ થતાં જિલ્લા કલેક્ટરે મામલતદારને તાકીદ કરી હતી. મામલતદારે એવી પણ ચીમકી આપી હતી કે આ કાર્યવાહી હજુ ચાલુ રહેશે, જો કોઈ દબાણકર્તા દબાણ નહી હટાવે તો તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...