કાર્યવાહી:ધોરાજીમાં સેન્ટિંગ પ્લેટ ચોરનાર શખ્સ રૂ. 1,11,800ના મુદ્દામાલ સાથે ઝડપાયો

ધોરાજી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CCTV કેમેરાના ફૂટેજના આધારે આરોપીના સગડ મળ્યા

ધોરાજી પોલીસ મથકના સીસીટીવીના આધારે સેન્ટીંગની પ્લેટની ચોરી કરનાર આરોપીને રૂ.1,11,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધીક્ષક સાગર બાગમારની સૂચના-માર્ગદર્શન તળે ધોરાજી પીઆઇ હકુમતસિંહ જાડેજા મિલ્કત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તપાસ હાથ ધરીને ધોરાજી પો. સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોય

જે અનુસંધાને પોલીસ સ્ટાફે ધોરાજી સીટીમાં “HAWK-EYE પ્રોજેક્ટ હેઠળ લાગેલા સી.સી.ટી.વીની મદદથી ચોરી કેસ મામલે તપાસ હાથ ધરતાં જેમાં મારૂતી વાન નં-GJ-03-BA-470s શંકાસ્પદ હાલતમાં દેખાઇ હતી, તે વાન હાલ ગામમાં આવેલી હોવાની ધોરાજી પો. સ્ટે. ના પો. કોન્સ.અરવિંદસિંહ દાનુભા, પો. કોન્સ.રવિરાજસિંહ ઘેલુભાને મળેલી હકીકતના આધારે તે નંબરવાળી મારૂતિ વાનની વોચમાં પોલીસ રહી હતી અને વાહનોના ચેકિંગની કાર્યવાહી શરૂ કરાઇ હતી, જે વાહન પસાર થતાં તેના ચેકીંગ દરમ્યાન તેમાં સેન્ટીંગની પ્લેટ ભરેલી મળી આવતા શખ્સની પુછપરછ કરવામાં આવી હતી

અને તેણે કબુલાત આપી હતી કે તે સેન્ટીંગની પ્લેટો ચોરાઉ છે અને અલગ-અલગ બે જગ્યાએથી સેન્ટીંગની પ્લેટની ચોરી કરી હોવાનું જણાવતા આરોપી સતીષભાઇ મકવાણાની અટકાયત કરીને મારૂતી વાન, સેન્ટીંગની લોખંડની ૩૨ ફુટ લંબાઇ-પહોલાઇની પ્લેટ નંગ-૪૮ કિ.રૂ.૨૮,૮૦૦, સેન્ટીંગની લોખંડની પ્લેટ નંગ-૧૩ કિ.રૂ.૭,૮૦૦,સેન્ટીંગની લોખંડની પ્લેટ નંગ-૨ કિ.રૂ.૩,૦૦૦,સેન્ટીંગની લોખંડની ૩૧ ફુટ લંબાઇ-પહોળાઇની પ્લેટ નંગ-૧૬ કિ.રૂ.૯,૬૦૦, સેન્ટીંગની લોખંડની ૨૧ ફુટ લંબાઇ-પહોલાઇની પ્લેટ નંગ-૧૧ કિ.રૂ.૬,૬૦૦ સહિત કુલ રૂપીયા રૂ1,11800 નો મુદામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...