કાર્યવાહી:ધોરાજીમાંથી યુવતીને ભગાડનારો શખ્સ ઝબ્બે

ધોરાજી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ ગ્રામ્ય પોલીસની એન્ટિ હ્યુમન ટ્રાફિક ટીમે યુવતીને પણ ઝડપી
  • મોબાઇલ લોકેશનના અાધારે પોલીસ વડોદરા પહોંચી અને બન્નેને ઉઠાવ્યા

ધોરાજીમાં યુવતીનું લગ્નના ઈરાદે અપહરણ કરનાર શખ્સ અને યુવતીને રાજકોટ ગ્રામ્ય પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમે વડોદરાથી ઝડપી પાડ્યા હતા.રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમા લાંબા સમયથી આરોપીઓને તથા ગુમ, અપહરણ થયેલા બાળકોને શોધવાની સુચના અન્વયે ધોરાજીમાં દોઢેક વર્ષ પહેલાં યુવતીને ભગાડી જનાર શખ્સ તથા ભોગ બનનાર મળી આવેલ ન હોય, આ ગુનામા ભોગ બનનારનું અપહરણ કોણે કર્યું તે અંગે કોઇ નામ સામે આવ્યું ન હોઇ, ધોરાજી પોલીસે પૂરતી તપાસ કર્યા બાદ આ કેસની આગળની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક શાખા રાજકોટ ગ્રામ્યને સોંપવામા આવેલ હતી.

નોડલ ઓફિસર પી. આઇ. એ. આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ પુછપરછ કરી તથા કોલડીટેઇલનો અભ્યાસ કરી શકમંદોની હાજરી તથા ભોગ બનનાર કયા સમયે કયા-કયા રોકાવા ગયા અને કોણ તેના સંપર્કમા આવેલા તેવી વ્યક્તિઓની શોધખોળ શરુ કરવામાં આવી હતી અને તેના આધારે ભોગ બનનારનું લોકેશન મળી આવ્યું હતું અને તેના અાધારે એન્ટી હ્યુમન ટ્રાફિક સ્ક્વોડએ એકતાનગર,છાણીનાકા વડોદરા ખાતે તપાસ કરી હતી અને આરોપી અજયભાઇ ઠાકોરભાઇ ભીલ ઉ. 24 તેમજ ભોગ બનનારને શોધી કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ગુનાની તપાસ મા પી.આઈ એ. આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિક શાખાના પી. એસ. આઈ ટી. એસ. રિઝવી, જગતભાઇ તેરૈયા, મયુરભાઇ વિરડા, મહિલા પોલીસ મનિષાબેન ખીમાણીયા, સાઇબર ક્રાઇમના ભાવેશભાઇ મકવાણા સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...