કામગીરી:ધોરાજીમાં રખડતાં ભટકતાં પશુઓને પકડવા નગરપાલિકાએ ટીમ તૈયાર કરી

ધોરાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા રખડતાં પશુની સમસ્યા હલ કરવાની કાર્યવાહી કરાશે

ધોરાજીમાં રખડતા પશુની સમસ્યા હલ કરવા માટે લોક માંગ ઉઠી છે. ધોરાજી શહેરમાં ઠેર ઠેર રખડતાં ભટકતાં પશુનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સ્થાનીક રહીશો દ્વારા રખડતાં ભટકતાં પશુની સમસ્યા હલ કરવા તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહીની લોક ફરિયાદો ઉઠી છે.આ અંગે સ્થાનીક લોકોએ જણાવ્યું હતું કે રાજ્યમાં રખડતા પશુનો ત્રાસ અસહ્ય પ્રમાણમાં વધી જતા નામદાર હાઇકોર્ટે પંચાયતથી લઈ કોર્પોરેશન સુધીને પશુઓને ડબે પુરવા માટેનો આદેશ આપ્યો છે.

ત્યારે અન્ય નગરપાલિકાઓમાં અને કોર્પોરેશન વિસ્તારમાં રખડતા ભટકતા પશુ ડબ્બે પુરવા પુર જોશમાં કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ધોરાજીમાં રખડતાં ભટકતાં પશુનો ત્રાસ વધી રહ્યો છે અગાઉના સમયમાં રખડતા ભટકતા પશુને પાંજરે પુરવા માટે ધોરાજી નગરપાલિકા દ્વારા કોઈપણ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સામાન્ય નિર્દોષ લોકો એ આખલાની લડાઈમાં અને રખડતા ભટકતા પશુને લઈને હેરાન પરેશાન થવુ પડે છે જ્યારે નામદાર ગુજરાત હાઇકોર્ટે રખડતા પશુઓને ડબ્બે પુરવા તેમજ પશુઓના માલિક સામે પોલીસ ફરિયાદ કરી આકરા દંડ વસૂલવા સહિત નિર્દેશ આપ્યા છે ત્યારે નગરપાલિકાના તંત્ર વાહકો દ્વારા રખડતાં પશુની સમસ્યા હલ કરવા નક્કર કાયવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

ગૌશાળાના સંચાલકો સાથે વાત કરી એક ટીમનું ગઠન કર્યું છે
પશુ ડબ્બે પુરવા માટે ધોરાજીની પાંજરાપોળ ઉપરાંત 2 થી 3 ગૌશાળાનાં સંચાલકો સાથે વાતચીત કરી છે, પશુ પકડવા પાલિકાની એક ટીમનું ગઠન કરાયું છે. ટૂંક સમયમાં રખડતાં પશુ મામલે કાર્યવાહી હાથ ધરાશે. - ચારુબેન મોરી, ચીફ ઓફિસર, ધોરાજી

અન્ય સમાચારો પણ છે...