લગ્નસરાની સિઝન શરૂ થઇ ચૂકી છે અને ગત બે વર્ષ સુધી તો સમૂહ લગ્નોત્સવ સહિતના આયોજનો બંધ રહ્યા હોઇ ઓણ સાલ તમામ જ્ઞાતિ મંડળો દ્વારા આયોજનો ઘડી કાઢવામાં આવ્યા છે અને તેની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કારતક મહિનો ઉતરતાં જ અનેક લગ્ન સમારોહની શરણાઇઓ ગુંજી ઉઠનાર છે ત્યારે આગામી એપ્રીલ મહિનામાંં ધોરાજી ખાતે લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા પણ સમૂહ લગ્નોત્સવ યોજવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે અને તેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
આ લગ્નોત્સવની ખાસ બાબત એ છે કે જે દીકરીઓએ માતા પિતાની છત્રછાયા ગૂમાવી દીધી છે તેવી દીકરીઓના લગ્નની નોંધણીનો ચાર્જ લેવામાં નહીં આવે. જેમને આ લગ્નોત્સવમાં જોડાવા ઇચ્છા હોય તેમને નામ નોંધણી સહિતની કાર્યવાહી આટોપી લેવા આયોજકોએ આમંત્રણ આપ્યું છે.ધોરાજી લેઉઆ પટેલ જાગૃતિ મંડળ દ્વારા આગામી તા.23/4/23ના રવિવારના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વહેલાસર જોડાવા ઇચ્છુકોએ નોંધણી કરાવી લેવા આયોજકોએ અપિલ કરી છે.
તાજેતરમાં લેઉઆ પટેલ જાગૃતિ મંડળની કારોબારીના સભ્યોની મીટીંગ મળી હતી તેમાં સરકારના ધારા-ધોરણ મુજબ આગામી તા.23/4/2023ના લેઉઆ પટેલ કેળવણી મંડલ સંકુલમાં 23માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. તેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીના લગ્ન રજિસ્ટ્રેશન ચાર્જ લીધા વિના કરી આપવામાં આવશે તેવું ઠરાવવામાં આવ્યું છે.સમૂહ લગ્નમાં જોડાવા માંગતા ઉમેદવારે ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે ભારત ટ્રેડીંગ કાું. નરશીભાઈ પાઘડાર, જેતપુર રોડ, ધોરાજી તથા ભારત ટ્રેડીંગ- જયસુખભાઈ કોયાણી, સ્ટેશન રોડ, ધોરાજી નો સંપર્ક કરવા લેઉઆ પટેલ જાગૃતિ મંડળ ધોરાજીના પ્રમુખ પ્રવીણભાઈ સુદાણીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.