મૃતદેહ મળ્યો:ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા ડ્રાઈવરનો મૃતદેહ મળ્યો

ધોરાજી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાટલીમાં પરિણીતાનું ઝેરી દવા પી લેતાં મોત

ધોરાજી ના જમનાવડ રોડ પર રહેતા ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતાં પોલીસે લાશનો કબજો લઇને આગળની તપાસ આરંભી છે. પોલીસ મથકેથી જાણવા મળેલ માહિતી મુજબ જમનાવડ રોડ પર રહેતા તથા ડ્રાઈવરનું કામ કરતા એવા મનોજભાઈ બાબુભાઈ ઉ.વ.50 એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર પર પડ્યા હતા. આસપાસના લોકોએ તેમને આ સ્થિતિમાં જોઇ, તાબડતોબ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી આવી નિરિક્ષણ કરતાં તેમના શરીરનું કોઇ હલનચલન જોવા મળ્યું ન હતું.

આથી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ડ્રાયવરનું મોત ક્યા કારણોસર થયું એ જાણવા મૃતદેહને પીએમ માટે મોકલી અપાયો હતો અને તેના પરિવારજનોને જાણ કરવા સહિતની તપાસ પોલીસે આરંભી છે.તેમના વાલી વારસને આગળ આવવા પણ અપીલ કરાઇ છે.

જ્યારે અન્ય બનાવમાં જામકંડોરણાના ખાટલી ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે. જામકંડોરણાના ખાટલી ગામે ખેત મજૂરીકામ કરતાં જેસૂખ ભાઈ મકવાણાની પત્ની રેખાબેન જેસુખભાઈ ઉ.વ.23 એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવારમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ફરજ પરના તબીબે પરિણીત મહિલાને મૃત જાહેર કરીને પોલીસ મથકે જાણ કરાતા પોલીસે દોડી જઈને પ્રાથમિક તપાસ હાથ ધરીને મહિલાના મૃતદેહનું પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...