તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામાની અમલવારી:ધોરાજીની બજારમાં વેપારીઓના સ્થળ પર જ ટેસ્ટ અને વેક્સિનેશન

ધોરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાની કડક અમલવારી
  • રેવન્યૂ, પોલીસ,પાલિકા, આરોગ્ય વિભાગની સંયુકત કામગીરી

ધોરાજીમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે અને રેવન્યુ, પોલીસ, નગરપાલિકા, હેલ્થ વિભાગના અધિકારીઓ ની સંયુકત બે ટીમ બનાવીને બજારોમાં ચેકિંગ ઝુંબેશ, વેપારીઓને સ્થળ પર વેક્સિનેશન તેમજ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.

ધોરાજી ના.કલેક્ટર મીયાણીએ કલેક્ટરના જાહેરનામાની અમલવારી માટે રેવન્યુ, પોલીસ, નગરપાલિકા, હેલ્થ વિભાગના અધિકારીઓની સંયુકત બે ટીમ બનાવીને દૂકાનો, જાહેર સ્થળો, હેર સલૂન, વેપારી ઓમાં કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવા અંગે ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ટીમો દ્વારા સ્થળ ઉપર વેપારીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને કોવિડ રસી અપાઈ રહી છે. આ ઝુંબેશમાં મામલતદાર કે. ટી. જોલાપરા,બ્લોક હેલ્થ ઓફીસર ડો. વાછાણી, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી,પીઆઈ હકૂમત સિંહ જાડેજા સહિતના જોડાયા છે. મીયાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી આ સંયુકત ટીમ દ્વારા સ્થળ ઉપર જ વેપારીઓના ટેસ્ટ, વેક્સિનેશન કરવામાં આવ્યું છે. તેમજ ચેકિંગ ઝુંબેશ દરમિયાન જો કોઈ વેપારી જાહેરનામાનો ભંગ કરશે તો કાર્યવાહી કરાશે તેવી તાકીદ કરાઈ છે , સાથે સાથે ધોરાજીના તમામ વેપારીઓને કોવીડ રસી લેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...