બન્ને કારને નુકસાન:ધોરાજીમાં જમનાવડ રોડ પર અચાનક બે કારમાં આગ ભભૂકી, મહેમાનો લેઉવા પટેલ સમાજમાં લગ્નપ્રસંગે ધોરાજી આવ્યા હતા

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગને કાબૂમાં લીધી

ધોરાજીના જમનાવાડ રોડ પર આવેલા લેઉવા પટેલ સમાજમાં લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે આવેલા મહેમાનોની બે કારમાં અચાનક જ આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયરને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા અને ટીમે આગ કાબુમાં લીધી હતી. ધોરાજીના જમનાવડ રોડ પર આવેલા લેઉવા પટેલ સમાજ વાડીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો.

જેમા પ્રસંગમાં આવેલ મહેમાનોએ સમાજની વાડી સામે પોતાની કાર પાર્ક કરી હતી. સામે જ પાર્ક થયેલી કારમાં આગ લાગતાં સ્થાનિક લોકોએ તાબડતોબ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી અને તાત્કાલીક ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. આ બનાવમા કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. જો કે બન્ને કારને સારું એવું નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...