તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌનીનો સાથ આપવા માગ:ધોરાજીના ખેડૂતોની ભાદર ડેમ-1ને ભરવા રજૂઆત

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા ભાદરડેમ-1 ને સોની યોજના હેઠળ ભરવા રજૂઆત કરાઈ છે. ધોરાજી ભાદર કમાન્ડ એરીયા હેઠળ આવતાં મોટીમારડ સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે ભાદરડેમ-1નું પાણી મળે છે. હાલ ચોમાસુ સિઝનના અપૂરતાં વરસાદના પગલે ભાદર ડેમ -1 હેયાત કેપેસીટી કરતાં હજુ 50 ટકા કરતાં ઓછો જીવંત પાણીનો જથ્થો છે. હાલમાં પાણીની આવક થઇ નથી. જેના કારણે ભાદરડેમ -1 સિંચાઈ કમાન્ડ એરીયાના ખેડૂતોને આગામી સિઝન પાક માટે પાણી મળી રહે તે માટે ધોરાજીના મોટીમારડ સહિતના ગામોના ખેડૂતો દ્વારા ભાદરડેમ-1ને સોની યોજના હેઠળ ભરવા રજૂઆત કરાઈ છે. ભાદર સિંચાઈ હિત રક્ષક સમિતીના વિરલભાઈ પનારાએ મુખ્યમંત્રી સહિતને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ભાદર ડેમ-1 કમાન્ડ એરીયાના ખેડૂતોના હિતમાં ભાદરડેમ-1 ને સોની યોજના હેઠળ ભરવા રજૂઆત કરાઈ છે વધુમાં જણાવ્યું છે કે ભાદર ડેમ 1ને સોની યોજના હેઠળથી ભરવામાં આવશે તો ધોરાજી સહિતના ભાદર કમાન્ડ એરીયાના 64 ગામના ખેડૂતને સિંચાઈ માટે પાણી સહેલાઈથી મળી રહેશે. ચોમાસુ સીઝન મુજબ તો જામી ગયું છે પરંતુ હજુ જોઇએ તેટલો વરસાદ પડ્યો નથી. આથી ખેડૂતોના મો અને મનમાં ચિંતા તો પેસી ગઇ છે કે ઓણસાલ પાક બચાવવા કેવી અને કેટલી મહેનત કરવી પડશે. આથી જો ભાદર ડેમ-1ને સૌની યોજનાથી ભરી દેવામાં આવે તો સિંચાઇનો પ્રશ્ન હલ થઇ જાય.

અન્ય સમાચારો પણ છે...